આપઘાત પહેલા સાંસદ મોહન ડેલકરે લખી 6 પાનાની સ્યુસાઇડ નોટ, 40 લોકોના નામ સામેલ

February 22, 2021

મુંબઈઃ કેન્દ્ર શાસિત પ્રદેશ દાદરા અને નગર હવેલીના લોકસભા સાંસદ મોહન ડેલકર (Mohan Delkar) ના મોતના સમાચારે બધાને ચોંકાવી દીધા છે. મોહન ડેલકરનો મૃતદેહ સોમવારે મુંબઈની એક હોટલમાં મળ્યો હતો. પોલીસ ઘટનાની તપાસમાં લાગી છે. મુંબઈ પોલીસને સાંસદના રૂમમાંથી 6 પાનાની સ્યુસાઇડ નોટ  (Suicide Note) પણ મળી છે. પોલીસ પ્રમાણે સ્યુસાઇડ નોટમાં 40 લોકોના નામ છે. 
હાલ ફોરેન્સિક ડિપાર્ટમેન્ટ આ સ્યુસાઇડ નોટની તપાસ કરી રહી છે, કે શું સ્યુસાઇડ નોટ પર મોહન ડેલકરના હેન્ડરાઇટિંગ છે. મુંબઈ પોલીસની શરૂઆતી તપાસ પ્રમામે સાંસદ મોહન ડેલકરે આત્મહત્યા કરી છે. ફોરેન્સિકની ટીમે હોટલના તે રૂમાં ચાર કલાક તપાસ કરી જ્યાં મોહન ડેલકરનો મૃતદેહ મળ્યો હતો. 
હવે સવાલ ઉઠી રહ્યા છે કે આખરે સાંસદ મોહન ડેલકરે આત્મહત્યા કેમ કરી અને દાદરા નગર હવેલીના સાંસદ મુંબઈમાં શું કરી રહ્યા હતા? પરંતુ આ બધા સવાલોના જવાબ તો પોલીસની તપાસ બાદ મળી શકશે. પરંતુ જાણકારી મળી છે કે મોહન ડેલકર પાછલા સપ્તાહે જેડીયૂના નેતાઓને મળ્યા હતા. તેમણે નેતાઓ સાથે દાદરા અને નગર હવેલીની સ્થિતિ પર ચર્ચા કરી હતી. તે સાંસદોના પ્રતિનિધિમંડળને લેવા માટે મુંબઈ આવ્યા હતા અને 23 ફેબ્રુઆરીએ સાંસદોને પોતાની સાથે લઈ જવાના હતા. 
મોહન ડેલકર (58) 1989થી દાદરા અને નગર હવેલી  લોકસભા ક્ષેત્રની સાંસદ છે. તેઓ અહીંથી 7 વખત ચૂંટાયા છે. તેઓ 2009માં કોંગ્રેસમાં જોડાયા હતા. પરંતુ વર્ષ 2019ની ચૂંટણી પહેલા પાર્ટી છોડી દીધી અને અપક્ષ તરીકે મેદાનમાં ઉતરી ચૂંટણી જીતી હતી.