શપથ લીધા બાદ જણાવીશ કે કેમ સ્વીકાર્યુ રાજ્યસભાનુ સભ્યપદઃ ગોગોઈ

March 17, 2020

નવી દિલ્હી :સુપ્રીમ કોર્ટના પૂર્વ ચીફ જસ્ટિસ રંજન ગોગોઈની રાજ્ય સભામાં નિમણૂંક કરવા માટે રાષ્ટ્રપતિએ મુકેલા પ્રસ્તાવ પર વિપક્ષો સવાલ ઉઠાવી રહ્યા છે ત્યારે આ મુદ્દે આખરે ગોગોઈએ નિવેદન આપ્યુ છે.

આસામમાં પત્રકારો સાથેની વાતચીતમાં ગોગોઈએ કહ્યુ હતુ કે, હું શપથ ગ્રહણ કર્યા બાદ આ મુદ્દે વધારે વાત કરીશ અને એ પછી મીડિયાને જણાવીશ કે મેં કેમ રાજ્યસભાનુ સભ્યપદ સ્વીકાર્યુ છે. હું બુધવારે દિલ્હી આવવાનો છું.

ગોગોઈ ચીફ જસ્ટીસ તરીકે 13 મહિના માટે રહ્યા હતા. તેઓ ભારતના 46મા ચીફ જસ્ટીસ હતા. તેમની અધ્યક્ષતા હેઠળની બેન્ચે 9 નવેમ્બરે રામ મંદિર પરનો ઐતહાસિક ચુકાદો આપ્યો હતો.

હવે ગોગોઈની રાજ્સભા માટે ભલામણ કરવામાં આવ્યા બાદ વિપક્ષી પાર્ટીઓના નેતાઓ ગોગોઈ પર સવાલો ઉઠાવી રહ્યા છે.