ગુજરાતની પ્રથમ 1 કરોડની ઇલેક્ટ્રીક કાર કચ્છી મહારાજ પ્રાગમલજીએ મંગાવી

July 20, 2021

ભુજ : ભારતમાં 4 થી અને ગુજરાતને કચ્છમાં પ્રથમ 1 કરોડની ઇલેક્ટ્રોનિક કારનું કચ્છી નવા વર્ષે આગમન કચ્છના મહારાવ પ્રાગમલજી ત્રીજાનો પર્યાવરણ પ્રેમ, પર્યાવરણની રક્ષા કાજે પેટ્રોલ-ડીઝલથી ચાલતી કારના બદલે 1 કરોડની ઈલેક્ટ્રીક કાર બનાવડાવી છે. કચ્છના મહારાવ પ્રાગમલજી ત્રીજા જે ખૂબ પર્યાવરણ પ્રેમી હતા અને પર્યાવરણને જાળવી રાખવા તથા તેને બચાવવા માટે સતત પ્રયત્નશીલ રહેતા. હાલના આધુનિક યુગમાં ખૂબ પ્રદૂષણનો ફેલાવો થઈ રહ્યો છે. જેને કારણે પર્યાવરણને ખૂબ નુકસાન પહોંચ્યું છે. જ્યારે મહારાવ પ્રાગમલજી ત્રીજા હયાત હતા ત્યારે વાહનથી થતા પ્રદૂષણને લઈને ખૂબ ચિંતિત હતા માટે તેમણે જર્મની સ્થિત મર્સિડીઝ બેન્ઝની કંપનીને ઇલેક્ટ્રોનિક કાર નો ઓર્ડર આપ્યો હતો. જે આજે કચ્છી નવા વર્ષના દિવસે ભુજના રણજીત વિલાસ પેલેસ પર આવી પહોંચી હતી.
પર્યાવરણપ્રેમી late મહારાવ પ્રાગમલ ત્રીજાએ mercedes benzની સર્વપ્રથમ Electronic કાર ખરીદી ગુજરાત તથા કચ્છમાં સૌપ્રથમ mercedes Benzની electric car આ electronic car ની કિંમત 1 કરોડ થી પણ વધુ Late મહારાવ પ્રાગમલજી ત્રીજા વિન્ટેજ કારો અને ઓટોમોબાઇલના ખૂબ પ્રેમી હતા ત્યારે તેમણે પર્યાવરણને ધ્યાનમાં રાખીને મર્સિડીઝ બેન્ઝની EQC 400 ELECTRIC CAR ને જર્મની સ્થિત mercedes benz કંપનીને ઓર્ડર આપીને આ કાર import કરી હતી. જે આજે તેમના રણજીત વિલા પેલેસ પર આવી પહોંચી હતી.
આ કાર ફુલ્લી ઓટોમેટિક કાર છે તેનો પાવર પણ 408 હોર્સપાવર જેટલો છે અને આ કારમાં ઘણા બધા આધુનિક feature પણ છે આ કારનો પીકપ પાવર 785hpbhp છે.ઉપરાંત પાવરફુલ એક ઇલેક્ટ્રિક મોટર પણ છે જે બીજી અન્ય ઇલેક્ટ્રોનિક કાર કરતા ખૂબ જ સારું છે.
ઈલેક્ટ્રીક કારની અંદર 64 રંગની ઇન્ટેરિયર લાઇટિંગ સેટ કરી શકાય છે. આ કાર fully Automatic છે જેમાં active brake assist તથા blind spot assist feature પણ છે. ઉપરાંત 10.25 ઇંચની ડિજિટલ touchscreen પણ છે તથા કોઈ પણ વ્યક્તિ ડ્રાઇવર સીટ પર બેસે તો તેની height અને body પ્રમાણે તે સીટ ઓટોમેટીક એડજસ્ટ થાય છે. આ કારમાં voice assistant, sunroof તથા three zone climate control જેવાં અનેક આધુનિક feature આવેલાં છે.
Mercedes Benzની આ EQC 400 electric car ભારતમાં ચોથી અને ગુજરાત તથા કચ્છમાં પ્રથમ કાર છે. આમ તો રાજાશાહી સમયથી જ Mercedes Benz જેવી luxurious car brand રાજા રજવાડાઓની હમેંશા પ્રથમ પસંદગી રહી છે.