કેપ્ટન કોહલીના નામે વધુ એક વર્લ્ડ રેકોર્ડ, બન્યો સૌથી વધુ રન કરનાર ભારતીય ખેલાડી

April 10, 2021

દિગ્ગજ બેટ્સમેન વિરાટ કોહલીએ T20 ક્રિકેટમાં કેપ્ટન તરીકે 6 હજાર રન પૂરા કર્યા છે. શુક્રવારે ચેન્નાઇમાં મુંબઇ ઇન્ડિયન્સ સામેની મેચમાં તેણે આ કારનામું કર્યું હતું. કોહલી T20 ક્રિકેટમાં કેપ્ટન તરીકે ભારત તરફથી સૌથી વધુ રન બનાવનારો બેટ્સમેન પણ બની ગયો છે. કોહલીએ 168મી ઇનિંગ્સમાં કેપ્ટન તરીકે 6 હજાર રન પૂરા કર્યા. આ મામલે ધોની બીજા ક્રમે છે. તેણે T20 માં કેપ્ટન તરીકે 5872 રન બનાવ્યા છે. આ સિવાય IPLમાં વિરાટ પણ સૌથી વધુ રન બનાવનાર છે. IPLમાં કોહલી 6 હજાર રનની નજીક છે. કોહલીએ ઈન્ડિયન પ્રીમિયર લીગની 14મી સીઝનની પહેલી મેચમાં 33 રનની ઇનિંગ્સ રમ્યો.

T20માં 10,000 રન બનાવાની નજીક કોહલી
કોહલી T20માં 10 હજાર રન બનાવાથી 236 રન દૂર છે. કોહલીએ 305 T20 મેચોમાં 9764 રન બનાવ્યા છે. કોહલી T20 માં 10,000 રન બનાવનારો પહેલો ભારતીય બેટ્સમેન હશે. એકંદરે ટી20 માં સૌથી વધુ રન બનાવવાનો રેકોર્ડ વેસ્ટ ઈન્ડિઝના ક્રિસ ગેલના નામે નોંધાયો છે. તેણે 416 મેચોમાં 13,720 રન બનાવ્યા છે. તે જ સમયે, કીરોન પોલાર્ડ 10,629 રન બનાવ્યા છે. પાકિસ્તાનના શોએબ મલિકે 10,488 રન બનાવ્યા છે. કોહલી આ યાદીમાં છઠ્ઠા નંબરે છે.