લાંબી લોબી રચાઈ હોવાથી વિરાટે મજબુર થઈ કેપ્ટનશીપ છોડી: શોએબ અખ્તર

January 23, 2022

ભારતના પૂર્વ ફાસ્ટ બોલર શોએબ અખ્તરે તાજેતરમાં જણાવ્યું હતું કે વિરાટ કોહલી વિરુદ્ધ ખુબ લાંબી લોબી રચાઈ ગઈ હોવાથી મજબુર થઈને તેમને કેપટન્સી છોડવી પડી હતી. વિરાટ કોહલીએ કેટલાક દિવસ પહેલા કેપટન્સીમાંથી રાજીનામું આપ્યું છે. વિરાટ કોહલીના આ નિર્ણયથી ક્રિકેટ ફેન્સ ખુબ ચોંકી ઉઠ્યા હતા. આ બાદ પણ ક્રિકેટના ત્રણેય ફોર્મેટમાં કોહલી બોલર તરીકે જોવા મળ્યા હતા. તેઓ IPLમાં પણ નિષ્ણાત બોલર તરીકે જોવા મળશે.

આ તમામ ઘટનાઓની વચ્ચે શોએબ અખ્તર દ્વારા હવે નવું નિવેદન આપવામાં આવ્યું છે. તેઓએ જણાવ્યું હતું કે વિરાટ માટે આ નિર્ણય આસન નહી હોય. તેઓ જો ટી20 વર્લ્ડકપ ન જીતી શક્યા હોત તો તેમની માટે ખુબ મોટી સમસ્યાઓ ઉભી થવાની હતી. અમુક લોકો તેમની વિરુદ્ધ પણ હતા. આ કારણ હતું કે તેમણે કેપટન્સી છોડી દીધી હતી.

હવે વિરાટે વધારે મહેનત કરવાની જરૂર છે અને પોતાની રીતે ક્રિકેટ રમતા રહેવાની જરૂર છે. કેપટન્સી કરવી જરાય આસન નથી. કેપટન્સી કરવાની સાથે વ્યક્તિએ ઘણી બધી વાતોનું ધ્યાન રાખવું પડતું હોય છે. હવે જયારે તેઓ આ પ્રકારના તણાવથી મુક્ત છે ત્યારે તેમણે ક્રિકેટની રમતનો આનંદ ઉઠાવવો જોઈએ.

શોએબ અખ્તરે જણાવ્યું હતું કે કોઈપણ ખેલાડીને જયારે સ્ટાર ખેલાડીનો દરજ્જો આપવામાં આવે ત્યારે તેણે મુશ્કેલીઓનો સામનો કરવો જ પડતો હોય છે. વિરાટ પાસે અનુષ્કા જેવી ઉમદા વ્યક્તિનો સાથ છે. બંનેએ અત્યારે બહાદુરીથી કામ લઈને આ સમય પસાર કરવાની જરૂર છે.