કોરોના વાઇરસનો ખોફઃ નોઇડામાં એક શાળા બંધ કરવામાં આવી

March 03, 2020

નવી દિલ્હી : કોરોના વાઇરસે ચીન બાદ લગભગ અડધી દુનિયાને પોતાની ચપેટમાં લઇ લીધી છે. ભારતમાં કોરોના વાઇરસના બે નવા કેસ સામે આવ્યાં છે. સંક્રમિત વ્યક્તિમાંથી એકની દિલ્હીની રામ મનહોર લોહિયા હોસ્પિટલમાં સારવાર ચાલી રહીં છે. દિલ્હીમાં સારવાર લઇ રહેલો વ્યક્તિ થોડા દિવસ પહેલા એક બર્થડે પાર્ટી હોસ્ટ કરી હતી. આ પાર્ટીમાં નોઇડાના એક શાળાના બાળકો પણ સામેલ થયા છે.

પાર્ટીમાં આવેલા લોકોને જાહેર સમારોહમાં જવાથી બચવા કહેવામાં આવ્યું છે. જોકે, નોઇડાના સીએમઓએ જણાવ્યું કે પાર્ટીમાં સામેલ કોઇ પણ વ્યક્તિમાં કોરોના વાઇરસના લક્ષણ મળ્યા નથી.

દરમિયાન નોઇડાની એક સ્કૂલને બંધ કરી દેવામાં આવી છે. શાળાના કેટલાય વિદ્યાર્થીઓ કોરોના વાઇરસથી સંક્રમિત વ્યક્તિ દ્વારા આયજિત બર્થડે પાર્ટીમાં સામેલ થયા હતા. યુપીના હેલ્થ મિનિસ્ટ્રીની ટીમ બંધ શાળાની મુલાકાત લેવાન છે.