કોરોનાનો કહેર ભારતીય સેના સુધી પહોંચ્યો, એક જવાનનો ટેસ્ટ પોઝિટિવ

March 18, 2020

નવી દિલ્હી : કોરોનાના કહેર હવે ભારતીય સેના સુધી પણ પહોંચી ચુક્યો છે. સેનાનો એક જવાન પણ કોરોના પોઝિટિવ હોવાનુ બહાર આવ્યા બાદ સેના સતર્ક થઈ ગઈ છે.

મળતી વિગતો પ્રમાણે લેહમાં ફરજ બજાવતો સેનાનો 34 વર્ષીય જવાન કોરોના પોઝિટિવ હોવાનુ બહાર આવ્યુ છે. સેનામાં કોરોનાનો આ પહેલો કેસ છે. 

આ જવાનને સેનાની હોસ્પિટલના આઈસોલેશન વોર્ડમાં રાખવામાં આવ્યો છે અને તેની સારવાર ચાલી રહી છે.

દરમિયાન કોરોનાના વધતા જતા કેસને ધ્યાનમાં રાખીને હવે કેન્દ્ર સરકારે પ્રાઈવેટ લેબોરેટરીમાં પણ કોરોનાના સેમ્પલની તપાસ માટેના અધિકાર આપવાનો નિર્ણય કર્યો છે. જોકે આ તપાસ લેબોરેટરીઓએ ફ્રીમાં કરી આપવી પડશે. કારણકે સરકાર પણ હાલમાં આ ટેસ્ટ ફ્રીમાં કરી રહી છે.