ક્રિકેટમાં PAKની આબરૂ જતા ઇમરાને ભારત પર લગાવ્યો આરોપ

October 11, 2021

દિલ્હીઃ પાકિસ્તાનના પ્રધાનમંત્રી ઇમરાન ખાને કહ્યું છે કે, ભારતીય ક્રિકેટ બોર્ડ (BCCI) દુનિયાનું સૌથી અમીર બોર્ડ છે. તે વર્લ્ડ ક્રિકેટને કંટ્રોલ કરે છે. ઇંગ્લેન્ડે ગત દિવસોમાં પાકિસ્તાનનો પ્રવાસ રદ્દ કર્યો હતો, પરંતુ ભારત વિરૂદ્ધ આવું કરવાની કોઇની હિમ્મત નથી. ગત દિવોસમાં પીસીબીના અધ્યક્ષ રમીજ રાજાએ પણ કહ્યું હતું કે, બીસીસીઆઇ જો આઇસીસીને ફંડ આપવાનું રોકી નાખે તો પાકિસ્તાન બરબાદ થઇ જશે.
સ્થાનિક મીડિયા સાતે વાત કરતા ઇમરાન ખાને કહ્યું,‘હાલમાં પૈસા સૌથી વધુ મહત્ત્વના છે. ભારત સૌથી અમીર બોર્ડ છે. આવામાં કોઇ પણ દેશ તેના વિરૂદ્ધ એવું પગલું ભરવાની હિમ્મત નહીં કરે, જે ઇંગ્લેન્ડે પાકિસ્તાન સાથે કર્યું છે.’ તેમણે કહ્યું કે ખેલાડીઓનું જ નહી પરંતુ વિભિન્ને દેશને પણ ભારત પાસેથી પૈસા મળે છે. આથી તે ક્રિકેટને સંપૂર્ણ રીતે કંટ્રોલ કરી રહ્યું છે.
ઇમરાન ખાને કહ્યું,‘મને લાગે છે કે, ઇંગ્લેન્ડને હાલમાં પણ લાગે છે કે તે પાકિસ્તાન જેવા દેશો વિરૂદ્ધ ક્રિકેટ રમીને તેમના પર ઉપકાર કરે છે. તેનું માત્ર એક જ કારણ છે પૈસા.’ તેમણે કહ્યું કે મેં પાકિસ્તાન અને ઇંગ્લેન્ડના ક્રિકેટ સંબંધોને આગળ વધતા જોયા છે. પરંતુ અહિંયા તેમને પોતાને નીચા દેખાડ્યા છે. ટી-20 વર્લ્ડકપ પહેલા ઇંગ્લિશ પુરૂષ ટીમને 2 ટી-20 વર્લ્ડકપના મુકાબલા પાકિસ્તાનમાં રમવાન હતા. આ સિવાય ઇંગ્લેન્ડની મહિલા ટીમને પણ પાકિસ્તાનના પ્રવાસ પર આવાનું હતું. પરંતુ સુરક્ષા કારણોસર ઇસીબીએ પ્રવાસ રદ્દ કરી નાંખ્યો.
ઇંગ્લેન્ડ દ્વારા પ્રવાસ રદ્દ કર્યા બાદ ન્યૂઝીલેન્ડે પણ પાકિસ્તાનનો પ્રવાસ રદ્દ કર્યો હતો. ન્યૂઝીલેન્ડની ટીમ તો પાકિસ્તાનમાં પહોંચી ગઇ હતી. ટીમે મેચ શરૂ થવાના અડધા કલાક પહેલા જ પ્રવાસ રદ્દ કર્યો હતો. આથી ટી-20 વર્લ્ડકપ પહેલા પાકિસ્તાનની તૈયારીઓને મોટો ઝટકો લાગ્યો હતો. ગત દિવસોમાં રમીજ રાજાએ કહ્યું હતું કે, આઇસીસીને 90 ટકા રેવેન્યૂ ભારતથી મળે છે.