કેરળમાં બર્ડફ્લુએ માથું ઉંચકતા રાજ્યમાં હાઈએલર્ટ

March 08, 2020

થિરૂવનંતપુરમ : આખા વિશ્વમાં કોરોનાવાયરસે લોકોની મુશ્કેલીઓમાં વધારો કર્યો છે ત્યારે કેરળમાં બર્ડ ફલુએ પણ માથું ઉચકતાં રાજ્ય સરકારે હાઇ એલર્ટ જાહેર કર્યું હતું.

બર્ડ ફ્લુની જાણ થતાં જ  ટુંક સમયમાં કેરળના કોઝીકોટ જિલ્લાના બે ગામડાઓમાં મરઘીઓ અને પાલતુ પક્ષીઓને મારી નાંખવાની શરૂઆત કરાશે, એમ રાજ્ય પશુપાલન વિભાગના એક વરિષ્ઠ અિધકારીએ  આજે કહ્યું હતું.

ભારતના કોરોનાવાયરસના પ્રથમ ત્રણ કેસ કેરળમાં નોંધાતા અને તેનો સફળતાપૂર્વક ઇલાજ કર્યાના માત્ર  એક મહિના પછી જ બર્ડ ફ્લુએ માથું ઉચક્યું હતું.આખા ભારતમાં  કોરોનાવયરસના 30 કેસ નોંધાયા હતા.

કેરળના ત્રણે દર્દીઓ ખૂબ જ ઝડપથી સાજા થઇ રહ્યા હોવાના અહેવાલ મળ્યા હતા.રાજ્યના વન અને પશુપાલન મંત્રી કે.રાજુએ  સિૃથતીની સમીક્ષા અને સંકલન પગલાં ભરવા અંગે એક બેઠક ભરી હતી.

કોડિયાતુર અને વેંગારી ગામાં  બે દિવસ પહેલાં અચાનક જ મરઘા મરવા લાગતા લોકોમાં શંકા ઊભી થઇ હતી, પરિણામે સત્તાવાળાઓએ નેશનલ ઇન્સટીટયુટ ઓફ હાઇ સીક્યોરિટી એનિમલ ડીસીઝ, ભોપાલને નમુના મોકલ્યા હતા જયાં તેમણે એવિઅન ફ્લુની વાતને સમર્થન આપ્યું હતું, એમ અિધકારએ કહ્યું હતું.

રાજ્યના ઉચ્ચ અિધકારીઓની બનેલી એક ટીમ અસરગ્રસ્ત ગામની મુલાકાતે ઉપડી ગઈ હતી.'ગભરાવા જેવું કઇ જ નથી.અમે સિૃથતી પર નજર રાખી રહ્યા છીએ.તમામ મરઘા ફાર્મનું નિરિક્ષણ કરાશે'એમ મંત્રી કે.રાજુએ કહ્યું હતું.