લોકડાઉનમાં કોહલી ઘરે જ ક્રિકેટ પ્રેક્ટિસ કરે છે

May 18, 2020

મુંબઈ : લોકડાઉનમાં ક્રિકેટર વિરાટ કોહલી પોતાની ફિટનેસ પ્રત્યે ખૂબ ગંભીર છે. શુક્રવારે વિરાટે મુંબઈ સ્થિત પોતાના એપાર્ટમેન્ટના કમ્પાઉન્ડમાં વિરાટ ટ્રેનિંગ લેતો જોવા મળ્યો હતો. પહેલા તો કમ્પાઉન્ડની લૉનમાં વિરાટે રનિંગ પ્રેક્ટિસ કરી. બાદમાં પત્ની અને બૉલિવુડ ઍક્ટ્રેસ અનુષ્કા શર્મા સાથે બેટિંગની પ્રૅક્ટિસ કરી. વિરાટ કોહલીએ પોતાના ટ્વિટર હેન્ડલ પર રનિંગનો વિડીયો શેર કર્યો છે. એક મિનિટના વિડીયોમાં વિરાટ લોનમાં એક છેડેથી બીજા છેડે દોડતો જોવા મળે છે વિડીયો શેર કરતાં કેપ્ટન કોહલીએ લખ્યું, 'કામમાં પોતાને સમર્પિત કરવું જીવનની એક રીતભાત છે અને તેના માટે કોઈ પ્રોફેશનની જરૂર નથી. પસંદગી તમારે કરવાની છે.' કોહલીની રનિંગ પ્રેક્ટિસનો વિડીયો સોશિઅલ મીડિયા પર વાયરસ થઈ રહ્યો છે. સિવાય વિરાટ-અનુષ્કાનો ક્રિકટ રમતો એક વિડીયો સોશિયલ મીડિયા પર ઝડપથી વાયરલ થઈ રહ્યો છે. જેમાં પત્ની માટે વિરાટ બોલર બની ગયો છે. વિડીયોમાં વિરાટ અનુષ્કાને અંડરઆર્મ બોલિંગ નાખતો જોવા મળે છે. જે બાદ વિરાટ બેટિંગ કરે છે અને અનુષ્કા તેને બોલ નાખે છે. વિડીયો વિરાટના એક ફેનપેજ પર શેર કરવામાં આવ્યો છે. વિડીયોમાં જોઈ શકો છો, અનુષ્કા પહેલો બોલ બાઉન્સર નાખે છે. ત્યારે કોહલીએ પ્લેડ કર્યું. બાદમાં અનુષ્કાએ વાઈડ બોલ નાખ્યો હતો. વિડીયોમાં અન્ય એક વ્યક્તિ પણ જોવા મળી રહ્યો છે, જે ફિલ્ડિંગ અને વિકેટકીપિંગ કરી રહ્યો છે.