કોરોનાની આ દવાનો મોટાભાગનો સ્ટોક અમેરિકાએ ખરીદી લીધો, બીજા દેશોને પડી શકે છે મુશ્કેલી

July 01, 2020

વોશિંગ્ટન : કોરોનાની સારવાર માટે વપરાઈ રહેલી રેમડેસિવીર દવાની છઅમેરિકાએ બહુ મોટા પાયે ખરીદી કરી લીધી છે.જેના કારણે અલગ અલગ દેશોમાં થનારા સપ્લાય પર તેની અસર પડવાની સંભાવના છે.

અમેરિકાની જ કંપની આ દવા બનાવે છે અને અમેરિકાની સરકારે જ તેનો લગભગ તમામ સ્ટોક હાલમાં ખરીદી લીધો છે. આ દવાથી જીવ બચશે તેવી કોઈ ગેરંટી તો કોઈ સંશોધકે આપી નથી પણ આ દવાના કારણે કોરોનાની સારવારનો સમય ઘટી શકે છે.આમ આ દવા આપવાથી દર્દીઓને ઓછા સમયમાં દવાખાનામાંથી રજા મળી શકે છે.

દરમિયાન અમેરિકાના સ્વાસ્થ્ય વિભાગે એલાન કર્યુ છે કે, અમેરિકાએ રેમડેસિવીર દવાની મોટાપાયે ખરીદી કરી છે. આમ બીજા દેશને આ દવા ખરીદવામાં મુશ્કેલી આવશે.

અમેરિકાએ તેના પાંચ લાખથી વધારે ડોઝ ખરીદયા છે અને એલાન કર્યુ છે કે, ઓગષ્ટ અને સપ્ટેમ્બરમાં પણ કંપની જેટલુ ઉત્પાદન કરશે તેનુ 90 ટકા અમેરિકા ખરીદી લેશે.