ઝરીન ખાન હવે ટીવી પડદે ચમકશે

January 13, 2020

મુંબઈઃ પુરું બોલીવૂડ અભિનેત્રી ઝરીન ખાન પણ હવે ટીવી પરદે આવી રહી છે. સલમાન ખાનની ફિલ્મ વીર થકી બોલીવૂડમાં અભિનય કારકિર્દી શરૂ કરનાર ઝરીનનો કારકિર્દીનો ગ્રાફ આગળ વધી શકયો નથી. તેણે ફિલ્મોમાં ખુબ જ હોટ અને સેકસી દ્રશ્યો પણ આપી જોયા, આમ છતાં જોઇએ તેવી સફળતા તેને મળી શકી નથી. હવે ઝરીન ટીવી પરદે એક શોનું સંચાલન કરતી જોવા મળવાની છે. 'જીપ બોલીવૂડ ટ્રેલ્સ' નામના શોના હોસ્ટ તરીકે તેની પસંદગી થઇ છે. આ શોમાં બોલીવૂડ ફિલ્મોનું ભારત દેશમાં જ્યાં-જ્યાં શુટીંગ થયું છે એ તમા જગ્યાઓને આવરી લેવાનો અકીલા પ્રયાસ થશે. ઝરીન થ્રી ઇડિયટ્સ, જબ વી મેટ, બેંગ બેંગ અને ધડક જેવી ફિલ્મોના શુટીંગના સેટ પર પણ જશે. તેના નિર્દેશકો સાથે વાત કરશે. પહેલા એપિસોડમાં લડાખના પૈંગાંગ સ્થિત ડ્રક સ્કૂલમાં જશે. આ જગ્યાએ થ્રી ઇડિયટ્સના અમુક સિનનું શુટીંગ થયું હતું. ઝરીન કહે છે મારું સપનું હતું કે આ ખુબસૂરત દેશના ખુણે-ખુણે હું ફરું. આ શો થકી મારું સપનુ  પુરૂ થઇ શકશે. મને ટ્રાવેલિંગ કરવું અને ફરવું ખુબ જ ગમે છે. આશા રાખીએ કે ઝરીનને હવે ટીવી પરદે સફળતા મળે. તેની પાસે અમુક ફિલ્મની ઓફર હોવાનું કહેવાય છે.