‘વેક્સિન અમે પહેલા લીધી હોત તોય વિરોધ કરત, ન લીધી તોય કોંગ્રેસના પંચાતિયા કહે છે કે તમે પહેલા લો’
January 20, 2021

કલોલ : કલોલમાં નવા સામૂહિક આરોગ્ય કેન્દ્રનું લોકાર્પણ કરવામાં આવ્યું છે. આજે રાજ્યના ડેપ્યૂટી સીએમ નીતિન પટેલના હસ્તે નવા સામૂહિક આરોગ્ય કેન્દ્રનું લોકાર્પણ કરવામાં આવ્યું છે. કલોલમાં રૂપિયા 3 કરોડના ખર્ચે સામૂહિક આરોગ્ય કેન્દ્ર તૈયાર થયું છે. જેમાં OPD, ગાયનેક વિભાગ, ઓપરેશન થિયેટરની સુવિધા લોકોને આપવામાં આવી છે. એટલું જ નહીં, નવા સામૂહિક આરોગ્ય કેન્દ્રમાં ડાયાલીસિસ સેન્ટર સહિતની સુવિધાઓ ઉપલબ્ધ છે.
કલોલ ખાતેના નવીન સામૂહિક આરોગ્ય કેન્દ્રનું લોકાર્પણ પ્રસંગે રાજ્યના નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલના હસ્તે લોકાપર્ણ કરવામાં આવ્યું છે. આધુનિક સામૂહિક આરોગ્ય કેન્દ્રનું નિર્માણ થયું છે. જેમાં OPD વિભાગ, IPD વિભાગ, ગાયનેક વિભાગ, ઓપરેશન થિયેટર, ડાયાલીસિસ સેન્ટર સહિતની સુવિધાઓ છે. અંદાજીત 3 કરોડના ખર્ચે તૈયાર થયેલા સામુહિક આરોગ્ય કેન્દ્રના લોકાર્પણ પ્રસંગે આવેલા નીતિન પટેલે એક નિવેદન આપ્યું છે.
ડેપ્યૂટી સીએમ નીતિન પટેલે આજે વિરોધીઓને નિશાને લીધા છે. નીતિન પટેલે કોંગ્રેસને આડે હાથ લેતા જણાવ્યું છે કે હાલ કોંગ્રેસ પાસે કોઈ મુદ્દો નથી. કોરોના વેક્સિનનું દેશમાં મહા અભિયાન ચાલી રહ્યું છે, ત્યારે કોંગ્રેસ વચ્ચે રોડા નાંખી રહ્યું છે. નીતિન પટેલે કોંગ્રેસના લોકોને સીધા જ પંચાતિયા ગણાવ્યા હતા. તેમણે જણાવ્યું કે, હાલ કોંગ્રેસ અમને પુછી રહી છે કે કેમ બીજેપીના નેતાઓ વેક્સિન નથી લેતા. પરંતુ વેક્સિન અમે પણ પહેલા લીધી હોત તો ય કોંગ્રેસ વિરોધ કરત, ન લીધી તોય કોંગ્રેસના પંચાતિયા કહે છે કે તમે પહેલા લો.
Related Articles
ગુજરાતની જનતાએ મત પેટીઓ છલકાવી, છતાં નાણામંત્રી નીતિન પટેલે બજેટમાં કંજુસાઈ કરી, ના વેરામાં રાહત, ના કોઈ નવી યોજના
ગુજરાતની જનતાએ મત પેટીઓ છલકાવી, છતાં નાણ...
Mar 03, 2021
ધારાસભ્ય મોહનસિંહ રાઠવાના યુવાન ભત્રીજાની ગાંધીનગરમાં ગળેફાંસો ખાઈ આત્મહત્યા, કારણ અકબંધ
ધારાસભ્ય મોહનસિંહ રાઠવાના યુવાન ભત્રીજાન...
Mar 03, 2021
કેવડિયામાં હવે ‘કમલમ્’ની ખેતી થશે, અમદાવાદ-મુંબઇ બુલેટ માટે 1500 કરોડ, મેટ્રો માટે રૂ.568 કરોડની ફાળવણી
કેવડિયામાં હવે ‘કમલમ્’ની ખેતી થશે, અમદાવ...
Mar 03, 2021
રાજકોટમાં આટકોટના ગોંડલ હાઈવે પર ખારચીયા પાસે ટ્રક અને બાઈક વચ્ચે અકસ્માત
રાજકોટમાં આટકોટના ગોંડલ હાઈવે પર ખારચીયા...
Mar 03, 2021
ગુજરાત બજેટ :અમદાવાદ-મુંબઈ બુલેટ ટ્રેન માટે રૂ.1500 કરોડની ફાળવણી,ગુજરાતના ઈતિહાસનું સૌથી મોટું રૂપિયા 2.27 લાખ કરોડનું બજેટ રજૂ
ગુજરાત બજેટ :અમદાવાદ-મુંબઈ બુલેટ ટ્રેન...
Mar 03, 2021
છેલ્લા બે વર્ષમાં ગુજરાતમાં 198 કરોડનો વિદેશી દારૂ ઝડપાયો
છેલ્લા બે વર્ષમાં ગુજરાતમાં 198 કરોડનો વ...
Mar 03, 2021
Trending NEWS

03 March, 2021

03 March, 2021

02 March, 2021

02 March, 2021

02 March, 2021

02 March, 2021

02 March, 2021

02 March, 2021

02 March, 2021

02 March, 2021