મજબૂત વૈશ્વિક સંકેતોને પગલે ઘરેલુ શેરબજારની પોઝિટિવ શરૂઆત

June 30, 2020

મુંબઈ : આજે મંગળવારે ઘરેલુ શેરબજારની શરૂઆત મજબૂત થઈ છે. બીએસઈ પર બેંચમાર્ક ઈન્ડેક્સ સેન્સેક્સ સોમવારના 34,961 બંધ સામે આજે 35,168 પર ખુલી આ લખાય ત્યાં સુધી 252 અંક ઉછળીને 35,213 નજીક કારોબાર કરી રહ્યો છે. જ્યારે નિફ્ટી 50 આંક પણ અગાઉના બંધ 10,312ની સામે આજે 10,382 પર ખુલી હાલ 78 પોઈન્ટ અથવા 0.76 ટકા વધીને 10,390 નજીક ટ્રેડ કરી રહ્યો છે.

આજે બેંકિંગ સેક્ટર્સમાં પણ ખરીદી થતા તેજી જોવા મળી છે. જેના કારણે ઇન્ડેક્સ 262 અંક ઉછળીને 21,639 નજીક ટ્રેડ કરી રહ્યો છે. બીએસઈ પર મીડકેપ અને સ્મોલકેપ ઈન્ડેક્સ અનુક્રમે 0.75 ટકા અને 0.55 ટકા વધીને ટ્રેડ કરી રહ્યા છે. આ સિવાય વિવિધ સેક્ટર્સની વાત કરીએ તો આજે હેલ્થકેર અને ટેક સેક્ટર્સને છોડી અન્ય લગભગ તમામ સેક્ટર્સ વધીને કારોબાર કરી રહ્યા છે.

ગ્લોબલ માર્કેટની વાત કરીએ તો સોમવારે અમેરિકા માર્કેટમાં ડાઉ જોન્સ 2.32 ટકા વધી, S&P 500 1.47 ટકા અને નાસ્ડેક 1.2 ટકા વધીને સેટલ થયા છે. જ્યારે એશિયન માર્કેટમાં હોંગકોંગનો હેંગસેંગ 1.18 ટકા વધી, જાપાન Nikkei 2 ટકા વધી અને ચીન ઈન્ડેક્સ 0.72 ટકા વધ્યા છે. આ સિવાય દેશમાં કોરોના સ્થિતિ અને ચીન સાથે તંગદિલીની અસર ઘરેલુ શેરબજાર પર જોવા મળી રહી છે.