ઓન્ટેરિયોમાં ટેકનિશિયનોની તંગીને કારણે ટેસ્ટીંગમાં વિલંબ : ફોર્ડ

October 10, 2020

  • શંકાસ્પદ ૬૮ હજારથી વધુ સેમ્પલના ટેસ્ટીંગ હજી બાકી, ખાનગી લેબ અને યુનિ.નો સંપર્ક સધાયો

ટોરોન્ટોઃ પ્રિમીયર ડગ ફોર્ડે સોમવારે કહ્યુંં હતું કે, ઓન્ટેરિયોની લેબોરેટરીઓમાં ડાયગ્નોસ્ટીક ટેકનીશીયનોની તંગીને કારણે કોવિડ -૧૯ના ટેસ્ટીંગમાં વિલંબ થઈ રહ્યોે છે. તેમણે કહ્યુંં હતું કે આમ તો વિશ્વભરમાં ટેકનીશીયનોની તંગી છે તેમજ દવાઓ પણ પુરતી ન હોવાથી કોવિડ -૧૯ની સારવારમાં મુશ્કેલીઓ આવી રહી છે. સરકાર સતત યુનિવર્સીટીઓ અને ખાનગી લેબોરેટરીનો સંપર્ક સાધીને ટેસ્ટીંગ ક્ષમતા વધારવા આગ્રહ કરી રહી છે.  ઓન્ટેરિયોમાં જ સોમવાર સુધીમાં હજુ ૬૮૦૦૦ ટેસ્ટ બાકી છે. અમે એને પૂર્ણ કરવા સતત પ્રયાસો કરી રહ્યા છે. આ ચર્ચા ત્યારે સામે આવી હતી જયારે ઓન્ટેરિયોએ ટેસ્ટીંગ માટેની ગાઈડલાઈનમાં ગયા અઠવાડિયે ફેરફાર કર્યો હતો. અને જેમનામાં કોવિડ -૧૯ના લક્ષણો જણાય તેમણે જ ટેસ્ટીંગ કરાવવા જણાવ્યું હતું.

નવી ગાઈડલાઈન મુજબ એસેસમેન્ટ સેન્ટરોમાં હવે સીધા આવનારા લોકોના ટેસ્ટ થશે નહીં. મંગળવારથી માત્ર એપોઈન્ટમેન્ટ હોય તેમના જ ટેસ્ટ થશે. આ પગલું વધતા જતા ટેસ્ટીંગ માટેના ધસારાને ઓછો કરવા માટે લેવામાં આવ્યું હતું. દરમિયાન પ્રોવિન્સ તરફથી જણાવવામાં આવ્યું કે, ર૦૦ વધુ કાર્યકરો ટોરોન્ટો જઈને કોન્ટેકટ ટ્રેસીંગમાં મદદ કરશે.  ફોર્ડના પ્રવકતાએ કહ્યુંં હતું કે, સરકાર ટોરોન્ટોને પણ પ્રાંતના કેસોમાં કોન્ટેકટ મેનેજમેન્ટમાં મદદ કરવા વિનંતી કરે છે. જે ઓન્ટેરિયોના ૩૦ આરોગ્ય કેન્દ્રોમાં શરૂ થઈ ચુકી છે. આમ થવાથી પ્રાંતમાં જાહેર આરોગ્ય માટેના કર્મચારીઓની જરૂરીયાત પુરી થઈ શકશે. શનિવારે ટોરોન્ટોના જાહેર આરોગ્ય વિભાગે કહ્યુંં હતું કે, શહેરમાં જે ઝડપથી કેસોની સંખ્યા વધી રહી છે એ મોટો ફેરફારનો સંકેત છે. આ સંજોગોમાં કોન્ટેકટ ટ્રેસીંગ મહત્વનું છે.