આજે પણ શેરબજારમાં નિરાશા, સેન્સેક્સ અને નિફ્ટી ઘટાડા સાથે ખુલ્યા

October 30, 2020

મુંબઈ : આજે શેર બજારમાં સપ્તાહના અંતિમ ટ્રેડિંગ દિવસે એટલે કે શુક્રવારના દિવસે પણ ઘટાડો જોવા મળી રહ્યો છે. બોમ્બે સ્ટોક એક્સચેંજનો મુખ્ય સૂચકાંક સેન્સેક્સ 50.71 પોઇન્ટ (0.13 ટકા) ઘટીને 39699.14 પર ખુલી ગયો છે. તો નેશનલ સ્ટોક એક્સચેંજનો નિફ્ટી 7.90 પોઇન્ટ (0.07 ટકા) ના નજીવા ઘટાડા સાથે 11662.90 પર શરૂ થયો. વિશ્લેષકોના મતે વધુ બજારમાં અસ્થિરતા ચાલુ રહેશે. આથી રોકાણકારોએ સાવધ રહેવું જોઈએ.

દિગ્ગજ શેરોની વાત કરીએ તો વિપ્રો, આઈઓસી, યુપીએલ, બીપીસીએલ અને એસબીઆઈ લીલા નિશાન પર શરૂ થયા. અલ્ટ્રાટેક સિમેન્ટ, મારુતિ, એચસીએલ ટેક, ડોકટર રેડ્ડી અને શ્રી સિમેન્ટની શરૂઆત ઘટાડા પર થઈ.

જો આપણે સેક્ટોરલ ઈન્ડેક્સ પર નજર કરીએ તો બેન્કો, ફાઇનાન્સ સેવાઓ અને ખાનગી બેન્કો સિવાયના તમામ ક્ષેત્રો લીલા નિશાન પર ખુલ્યાં. આમાં રિયલ્ટી, મેટલ, પીએસયુ બેંકો, મીડિયા, એફએમસીજી, ફાર્મા, આઇટી, ઓટો અને ખાનગી બેંકો શામેલ છે.