પાંચ દિવસ બાદ ડોક્ટર આવ્યા, ઘરની બહારથી ચા પીને રવાના થયા

April 01, 2020

નવી દિલ્હી, : સરહદ પર યુધ્ધ લડતા સૈનિકોની જેમ દેશની અંદર હજારો ડોક્ટરો અને નર્સો કોરોના વાયરસ સામે લડી રહ્યા છે.

આવા જ એક ડોકટરની તસવીર ગઈકાલથી સોશ્યલ મીડિયા પર વાયરલ થઈ રહી છે. આ તસવીર ભોપાલના મુખ્ય મેડિકલ ઓફિસર ડો.સુધીર દેહરિયાની છે. જેઓ પોતાના ઘરના કમ્પાઉન્ડની બહાર બેસીને એક કપ ચા પી રહ્યા છે અને ગેટ પર તેમના પત્ની અને બે સંતાનો ઉભા છે. ડો.દેહરિયા સોશ્યલ ડિસ્ન્સિગં જાળવીને પરિવારની ખબર અંતર પૂછી રહ્યા છે. દેહરિયા પાંચ દિવસ સુધી હોસ્પિટલમાં જ ફરજ બજાવીને ઘરે પહોંચ્યા હતા. જોકે ઘરની બહાર જ તેઓ બેઠા હતા અને ચા પીને પાછા તરત જ હોસ્પિટલ જવા રવાના થઈ ગયા હતા.

સોશ્યલ મીડિયા પર ડો.દેહરિયાને લોકો સેલ્યુટ કરીને સાચા હીરો ગણાવી રહ્યા છે. મધ્યપ્રદેશના મુખ્યમંત્રી શિવરાજસિંહ ચૌહાણે તેમજ દિલ્હીના મુખ્યમંત્રી કેજરીવાલે પણ તેમના ભરપૂર વખાણ કર્યા છે.