મમતા બેનરજી પાંચમી મેએ ત્રીજીવાર બંગાળના મુખ્યમંત્રીપદના શપથ લેશે

May 04, 2021

કોલકાતા: પિૃમ બંગાળમાં ભવ્ય વિજય બાદ મમતા બેનરજીને સોમવારે ટીએમસીના વિધાયક દળના નેતા તરીકે ચૂંટવામાં આવ્યા હતાં. મમતા બેનરજી પાંચ
મેને બુધવારે પિૃમ બંગાળના મુખ્યમંત્રી તરીકે શપથ ગ્રહણ કરશે અને છ મેના રોજ બાકીના મંત્રીઓને શપથ લેવડાવવામાં આવશે. નોંધનીય છે કે
શપથગ્રહણ સમારોહ સાદગીપુર્ણ રહેશે કેમ કે મમતા બેનરજી પહેલેથી જ કહી ચુક્યા છે કે કોઈ ઊજવણી નહી કરવામાં આવે. કોરોનાની સામે લડવાની તેની
પ્રાથમિકતા છે. સાથે જ મમતાએ આરોપ મુક્યો છે કે રિટર્િંનગ અધિકારીએ પોતાને જીવનો ખતરો હોવાનું જણાવ્યું હતું. બીજીવીર મત ગણતરી કરવામાં
આવે તો રિટર્િંનગ અદિકારીનો જીવ જોખમમાં હતો. દરમિયાન બંગાળમાં વિધાનસભાની ચૂંટણીના પરિણામો આવ્યા બાદ રાજકીય હિંસાએ ફરી એકવાર
જોર પકડયું છે. અહેવાલો અનુસાર રાજ્યમાં વિવિધ સ્થાનો પર હિંસામાં અત્યાર સુધીમાં પાંચ લોકોના મોત થયા છે. ભાજપનો આરોપ છે કે જીત પછી
તૃણમૂલ કોંગ્રેસ અતિઉત્સાહમાં ભાજપ કાર્યકરોને નિશાન બનાવી રહ્યું છે. સોમવારે આરામબાગ અને નંદીગ્રામના ભાજપ કાર્યાલયોને તોફાનીઓએ સળગાવી
દીધા હતાં. ભાજપે આ આગના વીડિયોને સોશિયલ મીડિયા પર શેર કરીને આના માટે ટીએમસીને જવાબદાર ગણાવી હતી. ભાજપે આરોપ મુક્યો છે કે ફક્ત
ભાજપ કાર્યાલય જ નહી સાથે ઘણી દુકાનો અને ઘરોમાં પણ તોડફોડ કરવામાં આવી હતી અને આગ લગાવવામાં આવી હતી.