Breaking News :
ગુજરાતમાં કોરોના. અમદાવાદમાં સૌથી વધુ મોત સાથે રાજ્યમાં 1540 કેસ રશિયા-જર્મનીમાં 24 કલાકમાં સૌથી વધારે મોત; બ્રિટનમાં 2 લાખ કરોડ રૂપિયાનો ટેસ્ટ એન્ડ ટ્રેસ પ્રોગ્રામ ફેઈલ કેન્દ્રની કોરોના અંગે નવી ગાઈડલાઈન:રાજ્યો તેમની પરિસ્થિતિને ધ્યાનમાં રાખી સંક્રમણ અટકાવવા નિયંત્રણો લાદવા નિર્ણય લઈ શકે છે હિમાચલમાં હિમવર્ષાને લીધે અટલ ટનલ બંધ; રાજસ્થાન, મધ્યપ્રદેશ સહિત અનેક રાજ્યોમાં કોલ્ડવેવની શક્યતા અમદાવાદ : કોરોના ટ્રાયલ વેક્સિન થ્રિ લેયર સિક્યુરિટી, આવતી કાલ સવારે 10 વાગ્યાથી શરૂ થશે પરિક્ષણ છોટા ઉદેપુર જિલ્લાના કોસિન્દ્રા ખાતે માત્ર 2 કોરોના પોઝિટિવ કેસ છતા આખું ગામ જડબેસલાખ બંધ

મુંબઈમાં ભારે વરસાદને કારણે અનેક સ્થળોએ ભરાયા પાણી

September 23, 2020

મુંબઈ  : મુંબઇમાં મોડીરાતથી પડી રહેલા ભારે વરસાદના પગલે અનેક વિસ્તારોમાં પાણી ભરાયા હોવાના અહેવાલ મળી રહ્યાં છે. ત્યારે અનેક લોકો રેલવે સ્ટેશન પર પણ ફસાયા છે.

મુંબઇમાં ભારે વરસાદના કારણે અનેક સ્થળોએ પાણી ભરાયાં છે. દાદર, કુર્લા સ્ટેશન, ચેમ્બુરમાં સોસાયટીમાં પાણી ભરાયા છે. ગોરેગાવ, સાયન રેલવે સ્ટેશનમાં પણ પાણી ભરાયું છે. ભારે વરસાદને કારણે સેન્ટ્રલ રેલવેની 4 લાઇન ઠપ જોવા મળી છે. જો કે હવામાન વિભાગના જણાવ્યાં મુજબ આગામી 24 કલાકમાં ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે.

મહારાષ્ટ્રમાં મુંબઇના અનેક વિસ્તારોમાં ભારે વરસાદ ખાબક્યો છે. જેને લઇને નીચાણવાળા વિસ્તારો પાણીમાં ગરકાવ થઇ ગયેલા જોવા મળ્યાં છે. મંગળવારે મુંબઇના ગોરેગાવ વિસ્તારમાં ભારે વરસાદના કારણે રોડ પર પાણી ફરી વળ્યાં છે. આમ ભારે વરસાદના પગલે રેલવે ટ્રેક પર પાણી ફરી વળતાં લોકલ ટ્રેન અને બસ સેવા પ્રભાવિત થઇ છે.

મુંબઇમાં થયેલ ભારે વરસાદના કારણે સાયન રેલવે સ્ટેશન પર યાત્રીઓ ફસાઇ ગયા, સતત પડી રહેલા અવિરત વરસાદના કારણે પરિસ્થિતિ એવી થઇ ગઇ  કે પ્લેટફોર્મ સુધી પાણી આવી ગયેલું જોવા મળ્યું. જેના કારણે લોકોને ભારે મુશ્કેલીનો સામનો કરવો પડ્યો છે.