ઓન્ટેરિયોના વાલીઓને બીજા તબક્કાના ચાઈલ્ડ બેનીફીટની ચુકવણી શરૂ થશે

April 05, 2021

  • ફોર્ડ સરકારે વર્ષ ર૦ર૧ના બજેટમાં ૯૮૦ મિલીયન યુએસ ડોલરની ફાળવણી કરી હતી

ટોરોન્ટો : ઓન્ટેરિયોના શિક્ષાણમંત્રીએ ડરહામ વિસ્તારમાં યોજાયેલી પત્રકાર પરિષદમાં જણાવ્યું હતું કે, ડગ ફોર્ડની સરકાર દ્બારા વાલીઓને આપવામાં આવતા ચાઇલ્ડ બેનીફીટની ચુકવણીની શરૂઆત ર૬મી એપ્રિલથી કરવામાં આવશેમહામારીને કારણે બાળકોના શિક્ષણને પહોંચેલા નુકસાનના વળતર તરીકે ફોર્ડ સરકારે ચાઇલ્ડ બેનીફીટ તરીકે બાળક દીઠ ૪૦૦ યુએસ ડોલર અને વિશિષ્ટ બાળક માટે પ૦૦ યુએસ ડોલર ચુકવવાની જાહેરાત કરવામાં આવી હતી.

જેને માટે ફોર્ડ સરકારે વર્ષ ર૦ર૧ના બજેટમાં ૯૮૦ મિલીયન યુએસ ડોલરની ફાળવણી કરી હતી. લાભ ગ્રેડથી ૧રમી ગ્રેડ સુધીના બાળકોને મળશે. સરકારે અગાઉ બાળક દીઠ ર૦૦ યુએસ ડોલર અને વિશિષ્ટ બાળકને રપ૦ યુએસ ડોલર ચુકવ્યા હતા. જે વાલીઓના ખાતામાં સીધા જમા કરાવવામાં આવ્યા હતા. જેને માટે સરકારે ૮૬૮ મિલીયન યુએસ ડોલરની ફાળવણી કરી હતી. જે બાળકોને અગાઉ લાભ મળ્યો હશે તેમના વાલીઓના ખાતામાં બીજા તબક્કાના નાણાં જમા થશેજેમને અગાઉ લાભ મળ્યો હોય એવા બાળકો માટે ત્રીજી મે થી ૧૭મી મે દરમિયાન અરજી કરવાની રહેશે.