પૂર્વ PM મનમોહન સિંહની તબિયત બગડતા AIIMSમાં કરાયા દાખલ

October 13, 2021

દિલ્હી ઃ પૂર્વ PM મનમોહન સિંહની તબિયત બગડી
તબિયત બગડતા AIIMSમાં કરાયા દાખલ
88 વર્ષની ઉંમરે કરવામાં આવ્યા દાખલ
પૂર્વ PM મનમોહન સિંહને તાવની ફરિયાદ બાદ સાંજે 6.15 મિનિટે એઈમ્સમાં દાખલ કરાયા છે. વર્ષ 2004થી 2014 સુધી PM રહી ચૂકેલા મનમોહન સિંહ આ વર્ષે કોરોના વાયરસથી સંક્રમિત થયા હતા. તેમને 19 એપ્રિલે કોરોના પોઝિટિવ આવ્યા બાદ એઈમ્સના ટ્રોમા સેન્ટરમાં દાખલ કરવામાં આવ્યા હતા. આ પછી 29 એપ્રિલે તેમને રજા આપવામાં આવી હતી. તેમની ઉંમર 88 વર્ષની છે. તેમને ડાયાબિટિસની ફરિયાદ પણ હતી.
પૂર્વ PM મનમોહન સિંહની પહેલા પણ 2 બાયપાસ સર્જરી થઈ છે. તેમની પહેલી સર્જરી 1990માં યૂનાઈટેડ કિંગડમમાં થઈ. બાદમાં 2009માં તેમની અન્ય બાયપાસ સર્જરી કરાઈ હતી. ગયા વર્ષે મે મહિનામાં તેમને તાવની ફરિયાદના કારણે હોસ્પિટલમાં દાખલ પણ કરાયા હતા.