શિખર ધવનની IPL કરિયરમાં પહેલી સદી, CSK સામે DCનો 5 વિકેટે શાનદાર વિજય

October 18, 2020

આજે ઈન્ડિયન પ્રીમિયર લીગ(IPL2020)ની 13મી સીઝનની 34મી મેચ શારજાહ ખાતે રમાઈ. જે દિલ્હી કેપિટલ્સ(DC) અને ચેન્નાઈ સુપરકિંગ્સ(CSK) વચ્ચે રમાઈ. ટોસની વાત કરીએ તો ધોનીની ટીમ સીએસકેએ ટોસ જીતીને પહેલા બેટિંગ કરવાનો નિર્ણય કર્યો અને 20 ઓવરમાં 4 વિકેટ ગુમાવીને 179 રન બનાવ્યા. ત્યારે દિલ્હીએ પણ શિખર ધવન અને અક્ષર પટેલની ધમાકેદાર બેટિંગના મદદથી 19.5 ઓવરમાં 5 વિકેટ ગુમાવીને 185 રન બનાવ્યા અને મેચ 5 વિકેટથી જીતી.


ફાફ ડુ પ્લેસીસે અડધી સદી ફટકારી:

ટોસ જીતી પહેલા બેટિંગ કરતા સીએસકેની ટીમે 20 ઓવરમાં 4 વિકેટ ગુમાવીને 179 રન બનાવ્યા છે. સીએસકેની શરૂઆત સારી ન થઈ. ઓપનર બેટ્સમેન સેમ કુરેન ખાતું ખોલ્યા વગર જ પેવેલિયન ભેગો થયો. પરંતુ ત્યાર બાદ ફાફ ડુ પ્લેસિસે અને શેન વોટ્સને સારું પ્રદર્શન કર્યું. બંને વચ્ચે 87 રનની ભાગીદારી થઈ. શેન વોટ્સેન 28 બોલમાં 36 રન બનાવી આઉટ થયો. તેણે ઇનિંગમાં 6 ચોગ્ગા ફટકાર્યા. વોટસનની વિકેટ નોર્તજે એ લીધી.