ગુરૂવારે ભારત અને ઈંગ્લેન્ડ વચ્ચે પ્રથમ ટી20

July 06, 2022

દિલ્હીઃ ભારત અને ઈંગ્લેન્ડ વચ્ચે ત્રણ ટી20 મેચની સિરીઝનો પ્રથમ મુકાબલો ગુરૂવાર, 7 જુલાઈએ રમાશે. આ મેચ સાઉથેમ્પ્ટનના રોઝ બાઉલમાં રાત્રે 10.30 કલાકે શરૂ થશે. આ મેચ માટે ભારતીય ટીમે તૈયારી કરી લીધી છે. ટી20 સિરીઝમાં ફરી રોહિત શર્મા ટીમની કમાન સંભાળશે. આવો જાણીએ પિચનો મિજાજ કેવો હશે અને મેચ દરમિયાન હવામાન કેવું રહેવાનું છે. 


સાઉથેમ્પ્ટનના ધ રોઝ બાઉલ  (The Rose Bowl, Southampton) મેદાન પર અત્યાર સુધી કુલ 9 ટી20 મુકાબલા રમાયા છે. તેમાં પ્રથમ બેટિંગ કરનારી ટીમે 5 તો બીજી બેટિંગ કરનારી ટીમે ચાર મેચ જીતી છે. આ મેદાન પર પ્રથમ બેટિંગનો એવરેજ સ્કોર 168 અને બીજી ઈનિંગનો 143 રન છે. અહીંની પિચ બેટિંગ માટે અનુકૂળ છે. ટોસ જીતનાર કેપ્ટન પ્રથમ બેટિંગ કરવાનો નિર્ણય લઈ શકે છે. તેવામાં મોટો સ્કોર બનાવી વિપક્ષી ટીમ પર દબાવ બનાવી શકાય.