સુરતમાં ધનાઢ્ય પરિવારે વરઘોડો કાઢી સંયમનો માર્ગ અપનાવ્યો

January 28, 2020

સુરતમાં આગામી અઠવાડિયામાં 100 લોકો દીક્ષા લેવાના છે. સુરતના હીરા વેપારી પરિવાર સહીત માત્ર દિક્ષા નહિ લેશે પરંતુ સંયમનો માર્ગ કેમ આપનવવો એનો સંદેશો પણ આપશે. પોતાની સંપૂર્ણ સંપત્તિ દીક્ષા મહોત્સવન ભવ્ય સમારોહમાં અને ગરીબોને દાન આપશે, જેને લઈ ભવ્ય વરઘોડો આજે સુરતના અદાજણ ખાતે જોવા મળ્યો હતો, વરઘોડામાં મોટી સંખ્યામાં જૈન લોકો જોડાયા હતા. ધોલ નગારા, હાથી ઘોડા અને સુંદર પાલકીઓમાં દુલ્હનની જેમ સજેલી બે દીકરીઓ સહિત હીરા વેપારી અને તેમની પત્ની જોવા મળ્યા હતા.


આ પરિવાર લોકોને નરક જીવનનું હોરર શો બતાવી સંયમનો માર્ગ સજાવશે. 29 જાન્યુઆરીના સુરત પાલ વિસ્તારમાં આચાર્ય ગુણરત્નસૂરીશ્વર મહારાજ સાહેબના સાનિધ્યમાં મહેતા પરિવારના 4 સભ્યો જૈન દીક્ષા લઇ સંસારિક માયાથી દૂર થઈ જશે.


પોતાના જીવનના 20 વરસ હીરા ઉદ્યોગને આપનાર વિજય મહેતા પોતાની પત્ની સંગીતા અને બે દીકરીઓ સાથે દીક્ષા લેવા જઈ રહ્યા છે. વિજય મહેતા હીરાના વેપારી છે. કરોડો રૂપિયાનું ટર્નઓવર ધરાવતા હતા.વિજય પરંતુ 6 વર્ષ પહેલાં તેઓએ વેપારને મહત્વ આપવાનું ઓછું કરી દીધું હતું. કારણ કે, તે સમયે તેમને લાગ્યું હતું કે, ક્ષણિક સુખ માટે આટલી મહેનત શા માટે કરવી ? આ જ કારણે તેઓએ પોતાના પરિવાર સાથે દીક્ષા લેવાનો વિચાર કર્યો. એવું જ નહીં પોતાની તમામ સંપત્તિ કે જેણે તેઓએ પોતાની મહેનતથી વર્ષોમાં ઊભી કરી હતી. તેને પણ વેચવાનો નિર્ણય કરી દીધો છે. આ સંપત્તિથી તેઓ લોકોને નરકમાં કેવું જીવન હોય છે. એ કેટલો ભયાવહ હોય છે. તેનું એ.આર ટેકનોલોજીથી બતાવશે. તેમજ બાકીની રકમ ગરીબોને દાન કરશે.


સુરતના હીરા વેપારી વિજય મહેતા અને તેમના ધર્મ પત્ની સંગીતા મહેતા તેમની 2 દીકરી દ્રષ્ટિ મહેતા અને આંગી મહેતા 29 જાન્યુઆરીએ દીક્ષા લેશે. આ પરિવારમાં અગાઉ 2 વર્ષ પહેલાં17 વર્ષની દીકરી ઋત્વિ કુમારીએ દીક્ષા લીધી હતી. અને તેનાથી પ્રેરાઈને આજે આખો પરિવાર દીક્ષા લેવા જઈ રહ્યો છે. હીરા વેપારી વિજય મહેતા પોતાની કરોડોની સંપત્તિ દીક્ષા મહોત્સવ અને ગરીબોને દાન કરશે. સુરતના હીરા વેપારી વિજય મહેતાનો મૂળ બનાસકાંઠાના સુઈ ગામના વતની છે અને છેલ્લા 20 વર્ષથી સુરતમાં સ્થાયી થયા છે.