રાજકોટમાં મહિલાએ પોલીસ સ્ટેશનમાં જ કરી આત્મહત્યા
May 22, 2022

રાજકોટ- કોઈ અન્ય ગુનામાં માહિતી એકત્ર કરવા પૂછપરછ માટે લાવવમાં આવેલી એક મહિલાએ આજે સવારે રાજકોટના આજી ડેમ પોલીસ સ્ટેશનમાં આત્મહત્યા કરી હોવાની ઘટના સામે આવી છે.
નયના નામની આ મહિલાને કોઈ વ્યક્તિ સાથે પ્રેમ સંબંધ હતા. આ વ્યક્તિ ઉપર થોડા દિવસો પહેલા કોઈ અજાણ્યા શખ્સોએ હુમલો કર્યો હતો. હુમલાની તપાસ ચલાવી રહેલી પોલીસે ભોગ બનનારા પુરૂષની ઘણી પૂછપરછ કર્યા પછી પણ કોણે હુમલો કર્યો કે કોણે હુમલો કરાવ્યો તેની વિગતો નહોતી મળી.
આ ઘટના અંગે વધારે તપાસ કરવા અને શકય હોય કે હુમલાખોરો અંગે પ્રેમિકા પાસે કોઈ વિગત હોય એવી ધારણાથી પોલીસે નયના બેનને પોલીસ સ્ટેશનમાં બોલાવ્યા હતા. પૂછપરછ બાદ નયના પોલીસ સ્ટેશનમાં જ આખી રાત હતી. સવારે વોશરૂમ જવાનું કહી તેણે પોલીસ સ્ટેશનના બાથરૂમમાં પ્રવેશ કર્યો હતો.
આ પછી લાંબો સમય બાથરૂમમાંથી બહાર નહિ આવતા પોલીસે તપાસ કરી હતી જ્યાં અંદર નયનાએ ગળે ફાંસો ખાઈ આત્મહત્યા કરી લીધી હોવાનું બહાર આવ્યું છે.
Related Articles
ગુજરાતમાં કોરોનાના નવા 665 કેસ, 536 રિકવર, એક પણ મોત નહી
ગુજરાતમાં કોરોનાના નવા 665 કેસ, 536 રિકવ...
Jul 06, 2022
નર્મદા જિલ્લામાં અતિભારે વરસાદ, મોહન નદીમાં ઘોડાપૂર આવતાં 10 જેટલાં ગામો સંપર્કવિહોણાં
નર્મદા જિલ્લામાં અતિભારે વરસાદ, મોહન નદી...
Jul 06, 2022
ગીર સોમનાથમાં આભ ફાટ્યું:સુત્રાપાડામાં 12 અને કોડીનારમાં 9 ઇંચ, ભારે વરસાદથી ગામ અને ખેતરો બેટમાં ફેરવાયા
ગીર સોમનાથમાં આભ ફાટ્યું:સુત્રાપાડામાં 1...
Jul 06, 2022
ઓલપાડમાં 2 કલાકમાં 4 ઈંચ વરસાદ ખાબક્યો, સેનાખાડી ઓવરફ્લો થતા ઘરોમાં પાણી ઘૂસ્યા
ઓલપાડમાં 2 કલાકમાં 4 ઈંચ વરસાદ ખાબક્યો,...
Jul 06, 2022
ગુજરાતમાં ફરી કોરોનાના કેસમાં વધારો, 419 નવા કેસ, એક દર્દી વેન્ટિલેટર પર
ગુજરાતમાં ફરી કોરોનાના કેસમાં વધારો, 419...
Jul 05, 2022
ચૂંટણી પહેલા લોકો સુધી પહોંચશે સરકાર, ‘વંદે ગુજરાત વિકાસ યાત્રા’નું પ્રસ્થાન
ચૂંટણી પહેલા લોકો સુધી પહોંચશે સરકાર, ‘વ...
Jul 05, 2022
Trending NEWS

06 July, 2022

06 July, 2022
.jpg)
06 July, 2022

06 July, 2022

06 July, 2022

06 July, 2022

06 July, 2022

05 July, 2022

05 July, 2022

05 July, 2022